Pages

Saturday, 13 September 2014

કચ્છજિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓની ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવા માટે 54 લાખ ફાળવાયા 

ધોરણેફાળવણી કરાઇ છે. 
જ્યારે વોડાફોનની સસ્તી સુવિધામાં અંજાર તાલુકામાં 97, અબડાસામાં 100, ભુજમાં 125, ભચાઉમાં 70, ગાંધીધામમાં 25, લખપતમાં 17, માંડવીમાં 112, મુન્દ્રામાં 21, નખત્રાણામાં 77 અને રાપરમાં 94 એમ કુલ 765 શાળાને 34,42,500 રૂપિયાની રકમ વાર્ષિક ધોરણે ફાળવવામાં આવી છે. 
આંકડાકીય રીતે ભુજ તાલુકામાં સૌથી વધુ 233 શાળાને ખાનગી અને સરકારી ઇન્ટરનેટ સુવિધા માટે 13,66,587 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, તો સૌથી ઓછી ફાળવણી લખપત તાલુકામાં 25 પ્રાથમિક શાળામાં 1,43,916 રૂપિયા કરાઇ છે. 
ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણના માળખાને આધુનિક બનાવવા માટે અવનવા પ્રોજેક્ટ અમલમાં મુકાઇ રહ્યા છે, ત્યારે કચ્છ જેવા સરહદી વિસ્તારની પ્રાથમિક શાળાઓને ઇન્ટરનેટ સુવિધાથી જોડવા માટે અડધા કરોડ ઉપરાંતની રકમની ફાળવણી થતા શિક્ષણક્ષેત્રને વેગ મળશે. 

No comments:

Post a Comment